અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /ફૂલડાંની ફોરમને કેમ રે...?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{space}}તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે?
{{space}}તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /વંકી ધરા | વંકી ધરા]]  | વંકી ધરા, પગ લથડે, ખૂટતા શ્વાસ, ટકે કેમ કાય? ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આજ પૂનમની રૂપલા હેલી રે  | આજ પૂનમની રૂપલા હેલી રે ]]  | આજ પૂનમની રૂપલા હેલી રે હું તો રમવાને...  ]]
}}

Latest revision as of 08:40, 21 October 2021


ફૂલડાંની ફોરમને કેમ રે...?

પ્રેમશંકર હ. ભટ્ટ

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય?
         એ તો વાયરાની આંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય?
         એ તો આભ કેરા હૈયે વેરાય રે!
નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
         ઊંડા સમદર શેણેથી મપાય રે?
નીરના પિયાસી તરસ્યા કંઠ કેવી લાય,
         ટોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે!

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
                  ચાકળા ને ચંદરવા બંધાય રે!
આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
         મનસૂબા કેમ પૂરા થાય રે!

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
         ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે?
દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
         તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે?