અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /વંકી ધરા

From Ekatra Wiki
Revision as of 10:40, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> વંકી ધરા, પગ લથડે, ખૂટતા શ્વાસ, ટકે કેમ કાય? જોજનફાળે ધપતું જોબન અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વંકી ધરા, પગ લથડે, ખૂટતા શ્વાસ, ટકે કેમ કાય?
જોજનફાળે ધપતું જોબન અધવચ્ચે પછડાય,
         ત્યાં અપંગનું શું થાય?

લંગડા કેરી ટેકણલાકડી, આંધળાની આંખ થાજે;
ડગુમગુ ડગલાં ભરનારનો હાથ દોરી તું ધાજે;
         વીરા એટલું કરતો જાજે!

‘કોઈ નહિ, વ્હાલાં લાકડાં વનનાં ભેગાં આવી સૂએ,
એવું કહેનારાં સહુ તારામાં કૈંક વિસામો જુએ!
         એનાં આખરી આંસુ લુહે!

પર્વત કેરી પાંખ ઘસાય, જ્યાં શોષાય સાગરવારિ,
વંટોળમાં વનવૃક્ષ ખડે ત્યાં મૂકને રાંક એંધામી,
         દેજે જીવનસેર છલાવી!

કાળને કાંઠડે આંકજે રેખા, હરખે માનવહૈયાં;
સંભારણું એવું મૂકજે, મૂંગી ઝાલર ઠેક બજૈયા!
         ‘ધન્ય અન્ય કાજે જીવ્યો ભૈયા!’