અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં —

Revision as of 07:05, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મેલ હવે મન ઝાવાં, દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા. {{spac...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
         ધરી હથેળી ઉલટાવીને,
                  આંખે છાજલી કરવી,
         દેખાય તેટલી દૂરથી એને
                  સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
         વરસી રહેતી વાદળી ભલે
                  અહીંથી જોજન દૂર,
         આવશે વહી વાયરે એનું
                  મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

(ઇજન, ૧૯૮૫, પૃ. ૩૬)