અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /કવિતાની અમરતા

કવિતાની અમરતા

બળવંતરાય ક. ઠાકોર

વધે તિમિર, શૈલશૃંગ બુરખા ધરે મસ્તકે,
સરે દ્યુતિ જલો તણી, તરુ છવાય સૌ કાંઠડે;

હુલાસિ મધુરા જ જાય શમિ સર્વ કલ્લોલ તે,
નિકુંજ વનરાઈ શી મુખરે, રે બને મૂક તે;

ગઈ દ્યુતિ ઉડ્યા ખગો; ગતિ વિલાસ લીલા અદા
મુલાયમ બુલંદ તે સરસ ગીત જે એકદા

સુરૂપ પ્રતિ એક, મોહક વિશેષ એકેકથી
અહો ગત શું તે થયાં, શું ફરિને સુણાવાં નથી?

નિશા પછિ ફરી ઊગે દિવસ ગ્રીષ્મ વાંસે વૃષીક
અને ભુલિ અહં જુએ મનુસમાજ કેરી દશા

જુએ છે દગ તે જગે યુગ રસાલુ સૂકા તણી
ક્રમે ભરતિઓટ ઓટભરતી તણી બેલડી

ન મૂક કવિતા થતાં કવન મૂક આ પેઢીમાં
અહં વિસરીને જુઓ,—કવિ યુગે યુગે નીતમા.