અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/લાડકડી

From Ekatra Wiki
Revision as of 12:49, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી! ચૂંદડીએ ધબકારા ઢાંક્યા {{space}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
                  — ન કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
                  — તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા :
                  એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી!
આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
                  ને પારકાં કીધાં લાડકડી!

(કુન્તલ, પૃ. ૪)