અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/પૂછીએ કોને જઈને ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
{{space}}{{space}}{{space}}— પૂછીએ કોને જઈને?
{{space}}{{space}}{{space}}— પૂછીએ કોને જઈને?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વાવોલ  | વાવોલ ]]  | જળ જંપે ત્યાં કોઈ રે આવી રૅણ-ઢબૂર્યાં નૅણમાં]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/અમારો વાંક! | અમારો વાંક!]]  | વનમાં ગ્હેક્યા મોર, અમારો વાંક!]]
}}

Latest revision as of 09:42, 22 October 2021

પૂછીએ કોને જઈને ?

ભાનુપ્રસાદ ત્રિવેદી

આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
         — પૂછીએ કોને જઈને?
આ કલ કલ ડૂંડે દૂધ ફૉરતી નગરીઓ રોળાણી
         — પૂછીએ કોને જઈને?

         રમતિયાળ એ આંગણ પંખિલ
                  વાતી લહર ખણકતી,
         સાકરની કિંકણીઓ ખિલ ખિલ
                  ઘરની કુંજ રણકતી;
આ આભ તણી પાંપણ મધરાતી શ્રાવણ થઈ તોળાણી
                           — પૂછીએ કોને જઈને?

         થપ્પો રમતી હવા કેટલી
                  થાકી ગોતી ગોતી,
         દાવ-અધીરી ખડી એકલી
                  સાંઝ વાટ ર્‌હૈ જોતી;
આ અચમચ છોડી રમત, પાંખડી કયે દેશ પ્રોવાણી?
                           — પૂછીએ કોને જઈને?

         ઊગતી આથમતી હરિણીઓ
                  ફેરફુદરડી ફરતી,
         કલરવ કરતી સૌ પંખિણીઓ
                  નીડ વિશે જઈ ઠરતી;
આ હજીય ઊભી બારસાખમાં આંગળીઓ કોરાણી
                           — પૂછીએ કોને જઈને?