અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/શરીરાષ્ટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દીઠી એની સ્ફટિક લયશી, કામ્ય, નિર્વસ્ત્ર કાય — રક્ત-સ્પંદે તરલ; તુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શરીરાષ્ટક|ભાનુપ્રસાદ ત્રિવેદી}}
<poem>
<poem>
દીઠી એની સ્ફટિક લયશી, કામ્ય, નિર્વસ્ત્ર કાય —
દીઠી એની સ્ફટિક લયશી, કામ્ય, નિર્વસ્ત્ર કાય —
Line 24: Line 26:
થૈ જાતો જ્યાં લય જગતનો, માત્ર કેલી અશેષા.
થૈ જાતો જ્યાં લય જગતનો, માત્ર કેલી અશેષા.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =વિલોપન
|next =મુમૂર્ષા
}}

Latest revision as of 09:50, 22 October 2021

શરીરાષ્ટક

ભાનુપ્રસાદ ત્રિવેદી

દીઠી એની સ્ફટિક લયશી, કામ્ય, નિર્વસ્ત્ર કાય —
રક્ત-સ્પંદે તરલ; તુરગો ચક્ષુના ત્યાં તણાય.

લજ્જાઘેરી, દૃગ, શિથિલશા કેશ, ને ત્ર્યસ્ત શીર્ષ,
પર્ણે પર્ણે ટશર ભરતો કંપિત શ્વાસ-સ્પર્શ.

જ્યોત્સ્ના-શિલ્પ્યા અવયવ સ્ફુર્યા ઉષ્ણ, ભ્રૂભંગ કૃષ્ણ,
શબ્દો કો’ અસ્ફુટ અધર ગુંજ્યા શિરીષીય તૃષ્ણ.

સ્વલ્પ સ્પર્શે શશ-થરકતા અંગ વ્યંગો અજંપ,
ને ામતેલા શરદ વૃષશા તસ્‌તસ્યા આ નિતંબ.

વંકાયેલા કર શિર પરે, કક્ષ નિર્લોમ, કૃષ્ટ;
ગોરંભાયા સ્તન કઠિન, મસૃણ, સંનદ્ધ, ધૃષ્ટ.

જ્યાં ઓષ્ઠને પથ ઉદરનાં પારિજાતી પરોઢ —
નાભિ નીલાં વમળ, કટિના ગ્હૅકી ઊઠ્યા મરોડ.

સીલી જંઘા ચકિત હરિણી-દ્વંદ્વ-ભીડી સ-ફાળ,
વચ્ચે ઝૂક્યા કુમુદ સરકો યોનિનો હ્રસ્વ ઢાળ.

તૂટે કાયા-તટ, ધસમસે નસનસે હૃષ્ટ હેષા,
થૈ જાતો જ્યાં લય જગતનો, માત્ર કેલી અશેષા.