અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/આયખું

From Ekatra Wiki
Revision as of 10:53, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આયખું ના આજ અને કાલ, મારા બેલીડા, {{space}}આયખું તો અવસરની ડાળ! કૂંપળન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
         આયખું તો અવસરની ડાળ!

કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો,
         ને મંજરીની જેમ રાત મ્હોરે;
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું,
         મંન એમ હળવું થઈ ફોરે;
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
         આયખું તો આંબાની ડાળ!

કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
         આયખું તો ઘર ઘરની વાત;
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી,
         વિરલાં વરસોની રૂડી ભાત!
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
         આયખું તો હરણાંની ફાળ.

(યાદગાર કવિતા : ૧૯૭૦, (સં.) પૃ. ૪૩)