અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ઉપરકોટ અવલોકતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી ત્યમ લહુ ઉઘાડાં ઊંચેરાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઉપરકોટ અવલોકતાં|ભાનુપ્રસાદ પંડ્યા}}
<poem>
<poem>
ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી
ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી

Revision as of 10:00, 12 July 2021

ઉપરકોટ અવલોકતાં

ભાનુપ્રસાદ પંડ્યા

ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી
ત્યમ લહુ ઉઘાડાં ઊંચેરાં દુવાર, જતાં મહીં
પગ થથરતા, મારી વાંસે ધસે બીજું કોણ આ?
ચમકી રહ્યું – એ મારી છાયા! નહીં જયસિંહની!
અવ ભૂખર સિંદૂરી લીટામહીં ગઢ-ગોખલે
કથની ઊકલે ઝાંખી પાંખી સુભાગ્ય સર્યાતણી.
હવડ ગલી, આ ટીંબા, જ્યાં ત્યાં છવાયલ ઝાંખરાં
ઘણુંય ઢબૂરી બેઠાં કિન્તુ કશું નવ ઓચરે!
નવઘણ કૂવાના ઊંડાણે તરે ઇતિહાસનું
શબ, ગરગડીથી રોતી ના છતાંય અડીકડી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસકોમળી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસકોમળી?
પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી.
નીરખી રહું ધક્કાબારી આ – શકે અહીંથી પડી
વિભર સહુ વિલાયો; સામે વ્યથા ગારિ શી ખડી!

(આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૪૭)