અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગલ મન્દિર ખોલો

From Ekatra Wiki
Revision as of 15:34, 18 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મંગલ મન્દિર ખોલો, {{space}}{{space}}દયામય! {{space}}મંગલ મન્દિર ખોલો,<br> જીવનવન અત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મંગલ મન્દિર ખોલો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
         શિશુને ઉરમાં લો, લો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરંતર
         શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
         પ્રેમ-અમીરસ ઢોળો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)