અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું

From Ekatra Wiki
Revision as of 11:38, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાહેબ હુકમ કરે કે આવું {{space}}આરણ-કારણ કાંઈ ન જાણું, ક્યાંય પછી નહીં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સાહેબ હુકમ કરે કે આવું
         આરણ-કારણ કાંઈ ન જાણું,
ક્યાંય પછી નહીં જાઉં
         સાહેબ હુકમ કરે કે આવું.

મારા મનનું કાંઈ ન ચાલે
         કોરે કાગળ સહી,
સાહેબના અણસારે મારી
         હોડી જળમાં વહી;
નાવિક મારો કહે એ લયમાં
         ગીત મારું હું ગાઉં.

સઘળું તેને સોંપી દઈને
         કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
         સાહેબ સાથે જોડી;
વહેણ હોય કે પૂર હોય
         પણ નહીં કદી મૂંઝાઉં
         સાહેબ હુકમ કરે કે આવું.

(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)