અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુરલી ઠાકુર /હાઇકુ (પાંચ)

From Ekatra Wiki
Revision as of 13:08, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ખોરડું નાનું સૂરજના ઉજાસે મોટું આંગણ. મૂઠી ભર આ માટી લીધી મૂકવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ખોરડું નાનું
સૂરજના ઉજાસે
મોટું આંગણ.


મૂઠી ભર આ
માટી લીધી મૂકવા
શિરપે ટોપી.


રાજઘાટપે
ફૂલ એકલાં ઝૂરે
સૌરભ ક્યાં છે?


લઈ તરાપો
સરવર જલમાં
તરે તારલા.


પતંગિયાંને
પર્ણ પર્ણ ને પુષ્પે
પર્ણકુટિઓ