અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂળશંકર ‘પૂજક’/નથી (મંજિલ નથી...)

From Ekatra Wiki
Revision as of 07:53, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મંજિલ નથી મુકામ નથી ને સફર નથી; જીવું છું જિંદગી ને જીવનની અસર નથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મંજિલ નથી મુકામ નથી ને સફર નથી;
જીવું છું જિંદગી ને જીવનની અસર નથી.

મારી જ ઓળખાણ મને પૂછશો નહીં;
તમને ખબર નથી તો મને પણ ખબર નથી.

લોકો બધાં અજાણ, અજાણ્યાં ગલી ને ઘર;
મારું કહી શકાય એવું કો નગર નથી.

ખુશહાલ છે ચમન, છે ફૂલો ને મ્હેક છે;
તો યે નથી બહાર, અને પાનખર નથી.

બ્હેકી ગયું છે દર્દ, ઇલાજો નથી ફળ્યા;
‘પૂજક’ નથી કરાર મરણનો ય ડર નથી.