અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મેઘનાદ હ. ભટ્ટ /‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી|મેઘનાદ હ. ભટ્ટ}} <poem> અંધેરીથી...")
 
No edit summary
 
Line 38: Line 38:
{{Right|(છીપલાં, ૧૯૮૦, પૃ. ૪૯-૫૦)}}
{{Right|(છીપલાં, ૧૯૮૦, પૃ. ૪૯-૫૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમર' પાલનપુરી/અમર હમણાં જ સૂતો છે… | અમર હમણાં જ સૂતો છે…]]  | પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત પાઠક/છાપ્યા અક્ષર વાંચતાં… | છાપ્યા અક્ષર વાંચતાં…]]  | છાપ્યા અક્ષર વાંચતાં સુણું તારો સાદ,]]
}}

Latest revision as of 12:53, 22 October 2021


થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી

મેઘનાદ હ. ભટ્ટ

અંધેરીથી ચર્ચગેટ સુધી
જીવવાનો પાસ કઢાવી લીધો છે.
હવે રિટર્ન ટિકિટની જરૂર નથી.
હેમ્લેટની જેમ
‘ટુ બી ઑર નૉટ ટુ બી’-નો પ્રાણપ્રશ્ન પણ
હવે, મૂંઝવે એમ નથી.
ઘેટાં ને બકરાંય જે સ્થિતિમાં
ગોવાળ ને રખેવાળ સામે શિંગડાં ઉગામે
એવી સ્થિતિમાંય આપણારામ તો
પીઠ ઉપરનું ઊન નિરાંતે કપાવવા દે છે.
બીજો વિકલ્પ પણ ક્યાં છે આપણારામ પાસે?
અંધેરીથી ચર્ચગેટ સુધીનાં બધાં સ્ટેશનો
મોઢે થઈ ગયાં છે આપણારામને.
વૈશાખી વંટોળ હો યા ન હો,
આપણારામે તો સુકાયેલાં પાંદડાંની જેમ
ફેરફુદરડી ફર્યે જ જવાની છે.
લાઇટ કે પંખાનીય શી જરૂર છે?
પાપી પેટિયાની ટાંટિયાતોડ માટે પરસેવો તો પાડવો જ પડે ને, ભાઈ!
ઑફિસના ટાઇપરાઇટર પર એકધારો
શુષ્ક આંગળાંનો સ્પર્શ થયા કરે છે.
પ્રિન્ટિન્ગ પ્રેસમાંથી નીકળતા છાપાની જેમ
પત્રો અવિરત ટાઇપ થયા કરે છે.
બધું બરોબર જચી ગયું છે આપણારામને.
દરેક પત્રને છેડે આવતું
‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’
આપણારામનું જ એક અવિભાજ્ય અંગ બની ગયું છે જાણે
અને એથી
માત્ર એક જ વિનંતી છે આપણારામની
એનાં સ્વજનોને :
એના મૃત્યુ બાદ ‘હે રામ’ ન બોલશો,
બોલજો માત્ર
‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી.’
(છીપલાં, ૧૯૮૦, પૃ. ૪૯-૫૦)