અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/પડછાયો

Revision as of 12:01, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs)


પડછાયો

યૉસેફ મેકવાન

વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળી છલકાયો!
વાડ કૂદીને તડકો આયો.
પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત!
મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ!
જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળે પડછાયો!
વાડ કૂડી જ્યાં તડકો આયો!
(અલખના અસવાર, પૃ. ૩૪)