અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/અણદીઠ પંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અણદીઠ પંખી|રમણીક સોમેશ્વર}} <poem> મારા બધા જ પરિતાપ લઈ ઊભો છું...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|કુમાર, ઑક્ટોબર}}
{{Right|કુમાર, ઑક્ટોબર}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/હું ન ડોશી  | હું ન ડોશી ]]  | ૧. હાળા ચાલી-પચ્ચા વરહથી..., ૨. ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ... ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/અધૂરો કંપિત કાંડ | અધૂરો કંપિત કાંડ]]  | ૧. ક્ષણનો વિસ્ફોટ; 2. લાવા ઓકતો જ્વાળામુખી; 3.– ના, હું ચિત્કારી નહીં શકું; 4. – કાટમાળનો ઢગલો  ]]
}}

Latest revision as of 10:37, 28 October 2021


અણદીઠ પંખી

રમણીક સોમેશ્વર

મારા બધા જ પરિતાપ લઈ ઊભો છું
બારી કને – દિવસ જ્યાં ક્ષિતિજે ઢળે છે.
સંચાર ના પવનનો, કંઈ સ્થિર ઊભાં–
આ લીમડો શિરીષ ને ગુલમોર પાસે
જાણે મઢ્યા છબિ મહીં ન હલે ન ચાલે
ને દૂરની ક્ષિતિજ પે વિખરાયેલાં છે
થોડોક રંગ, લસરે અવ સૂર્ય આઘે
એવી પળો લઈ અમાપ અહીં ઊભો છું.

ઊભો જ છું ગતિવિહીન યુગોથી જાણે
થીજી ગયેલ સ્થળ-કાળ, દિશા બધીયે
ખોડાયેલો અકળ જોઈ રહું દિગંતે
બારી કને, નવ હલું ન ચલું જરાયે.

ત્યાં દૂર કોઈ ટહુક્યું અણદીઠ પંખી
આલાપનો મૃદુ ઉજાસ લઈ ઊભો છું.
કુમાર, ઑક્ટોબર