અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/ગીત (પારેવું તો ઊડી...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગીત (પારેવું તો ઊડી...)|રમણીક સોમેશ્વર}} <poem> પારેવું તો ઊડી ગય...")
(No difference)

Revision as of 12:46, 20 July 2021


ગીત (પારેવું તો ઊડી...)

રમણીક સોમેશ્વર

પારેવું તો ઊડી ગયું
ને ફફડ્યા કરતું નેવું
ખિસકોલીને અડી ગઈ તે ભીંત હજુયે કંપે,
પીંછાં ભેળું ખરી ગયેલું આભ ડાળીએ જંપે;
કરોળિયાના જાળા વચ્ચે કીડી ઝૂલે એવું—!
ભમરો ગુંજનમાં લઈ ઊડે મધુમાલતી આખી,
મધપૂડાની વચ્ચે રોપે પરાગરજ મધમાખી;
ઝીણું ઝીણું ઝમ્યા કરે ચોમેર ચાંદની જેવું —!
પારેવું તો ઊડી ગયું
ને ફફડ્યા કરતું નેવું!
શબ્દસૃષ્ટિ, મે