અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ જાની/આવડા ઉરની (આવડું ઉર!)

From Ekatra Wiki
Revision as of 06:03, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવડા ઉરની માંડવી તે શી વાત! આવડા ઉરની છાંડવી તે શી વાત! {{space}}કોક સમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
         કોક સમે એના આભમાં પેલું
                  જાગતું ઘેલું
         રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
         રાચતું રાગે
         હસતું પારિજાત! — આવડા.

કોક સમે એના સાદમાં ઝીણા
         સૂરથી વીણા
         ગુંજતી ર્‌હે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
         મોરલો ગ્હેકે
         પાડતો મીઠી ભાત! — આવડા.

કોક સમે એના ગાનમાં ઘેરો
         સાગર કેરો
         ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
         જલતા રાને
         ધીખતો ઝંઝાવાત! — આવડા.