અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મેં મને સાંભળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મેં મને સાંભળી|રમેશ પારેખ}} <poem> મેં મને વાતો કીધાની મશે સાં...")
 
No edit summary
 
Line 25: Line 25:
મેં મને વાતો કીધાની મશે સાંભળી
મેં મને વાતો કીધાની મશે સાંભળી
</poem>
</poem>
{{HeaderNav2
|previous = દરિયાઉં શમણે આવ્યા...
|next = સોનલદેને લખીએ રે
}}

Latest revision as of 12:00, 23 October 2021


મેં મને સાંભળી

રમેશ પારેખ

મેં મને વાતો કીધાની મશે સાંભળી
પથ્થરના દરિયામાં આવ્યો હિલ્લોળ
એની છાલકથી ભીની પગથાર
પછડાતા મોજાંની વચ્ચે વેરાઈ ગયો
ફીણ બની વેળાનો ભાર

કલબલતાં નેવાંને અજવાળે જોયું તો—
કલબલતાં નેવાંને અજવાળે જોયું તો
પાણી કરતાંય ભીંત પાતળી
મેં મને વાતો કીધાની મશે સાંભળી

પગલું ભરું તો પણે ઊભેલા પ્હાડને
ઝરણાંની જેમ ફૂટે ઢાળ
સુક્કા યે ઝાડવાને સ્પર્શું તો
ઊઘડતાં જાસૂદનાં ફૂલ ડાળ ડાળ

પાણીને ઘોળું તો કંકુ થઈ જાય
પાણી ઘોળું તો કંકુ થઈ જાય
એવી રાતીચટ્ટાક મારી આંગળી
મેં મને વાતો કીધાની મશે સાંભળી