અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/— કે કાગળ હરિ લખે તો બને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|— કે કાગળ હરિ લખે તો બને|રમેશ પારેખ}} <poem> ::::— કે કાગળ હરિ લખે ત...")
 
No edit summary
 
Line 14: Line 14:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =મારા સપનામાં…
|next = રે'શું અમેય ગુમાનમાં
}}

Latest revision as of 12:10, 23 October 2021


— કે કાગળ હરિ લખે તો બને

રમેશ પારેખ

— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં ક્હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)