અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)|રાજેન્દ્ર શાહ}}
<poem>
<poem>
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,

Revision as of 09:47, 10 July 2021


કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)

રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
         ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
         કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
         કુવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
         ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)