અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઠીબની આછી આંચ

From Ekatra Wiki
Revision as of 09:53, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


ઠીબની આછી આંચ

રાજેન્દ્ર શાહ

ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર.
હિમટાઢા અંધારમાં થીજ્યું બ્હારનું ચરાચર.
ઓઢણે એકઠા આણી જાત,
ઝીલું મસ જામતી માઝમ રાત.
કોઈની ત્યાં હિલચાલ, હવાને હળવો હેલો લાગે;
ગરમાળાના ઘૂઘરામાં કંકાલની કણસ વાગે.
રહ્યુંસહ્યું ખરતું પીળું પાન,
ઘડીભર
તમરાંના કચવાટથી મુખર બનતું મૂગું રાન.

રાખનો વળ્યો ઘર કહીં તરડાય ને આંખ્યું ઊની.
સોણલાંનો સથવાર પામે ત્યાં રૅણ ન લાગે સૂની.
સૂતાં ને કૂકડે કીધો પ્હોર,
લ્હેર્યું લે ઠાર
ને ફૂટે
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર.

(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૪૧૮)