અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/પીળી છે પાંદડી

Revision as of 07:39, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પીળી છે પાંદડી

રાજેન્દ્ર શાહ

પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો,
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો.

ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
         આસો તે માસના આકરા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
         આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
         અંજવાળી રાતનો માણું ઉજાગરો. પીળી છે પાંદડી.

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
         લાગે કાલિંદરી જેવું,
આંબલીના છાંય તે કદંબની જણાય મારા
         મનનું તોફાન કોને ક્‌હેવું?
મેં તો
         દીઠો રાધાની સંગ ખેલંતો સાંવરો. પીળી છે પાંદડી.

(સંકલિત કવિતા, પૃ. ૭૩-૭૪)