અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/અંધારું લ્યો

From Ekatra Wiki
Revision as of 09:42, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંધારું લ્યો|રાજેન્દ્ર શુક્લ}} <poem> ઊંટ ભરીને આવ્યું રે :: અં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અંધારું લ્યો

રાજેન્દ્ર શુક્લ

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો,
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો… ઊંટ ભરીને.

કોઈ લિયે આંજવા આંખ,
કોઈ લિયે માંજવા ઝાંખ;
અમે તો ઉંબરમાં ઉતરાવ્યું રે
અંધારું લ્યો,
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો….
ઊંટ ભરીને.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ —
અમે તો મૂઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો,
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો…
ઊંટ ભરીને.
(કોમલ રિષભ, પૃ. ૨)