અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/હજો હાથ કરતાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હજો હાથ કરતાલ|રાજેન્દ્ર શુક્લ}} <poem> હજો હાથ કરતાલ ને ચિત્ત ચ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૧૧૬)}}
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૧૧૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =હોઇયેં જ્યાં
|next =રે જાદૂગર!
}}

Latest revision as of 13:08, 23 October 2021


હજો હાથ કરતાલ

રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજી ક્યાંક થાનક.

લઈ નાઁવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાવમધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનહલક હો આનક
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૧૧૬)