અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/નયણાં (ઊનાં રે પાણીનાં...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં— એમાં આસમાની ભેજ, એમાં આતમાનાં તે...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|નયણાં (ઊનાં રે પાણીનાં...)|વેણીભાઈ પુરોહિત}}
<poem>
<poem>
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—

Revision as of 10:45, 10 July 2021


નયણાં (ઊનાં રે પાણીનાં...)

વેણીભાઈ પુરોહિત

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :

સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

(સિંજારવ, પૃ. ૧૧૪)