અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/અનુભૂતિ

From Ekatra Wiki
Revision as of 14:27, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}લીલ લપાઈ બેઠી જળને તળિયે; સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ!

         કંપ્યું જળનું રેશમ પોત;
         કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!

         હળવે ઊતરે આખું વ્યોમ;
         નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ!

(કાવ્યસૃષ્ટિ, ૧૯૮૬, પૃ. ૭૦)