અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/કાંટાની ભૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા; વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કાંટાની ભૂલ|સુરેશ દલાલ}}
<poem>
<poem>
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;

Revision as of 10:07, 12 July 2021

કાંટાની ભૂલ

સુરેશ દલાલ

નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ : ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!