અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/નિરંતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 23: Line 23:
{{Right|(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)}}
{{Right|(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/દિલની વાતો | દિલની વાતો]]  | દિલની વાતો ખૂટશે ત્યારે ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કિસ્મત' કુરેશી /ખોઈ નાખ્યું  | ખોઈ નાખ્યું ]]  | તમારા પ્રણયનું ઝરણ ખોઈ નાખ્યું  ]]
}}

Revision as of 11:08, 21 October 2021

નિરંતર

હસિત બૂચ

એક નિરંતર લગન;
         અમે રસ પાયા કરિયેં!
એકબીજામાં મગન :
         અમે બસ ગાયા કરિયેં!

કોઈ ચાંગળું લિયે, પવાલું
         કુંભ ભરે, જો રાજી!
કોઈ કરે છો ને મુખ આડું,
         ને ઇતરાજી ઝાઝી!
છાંય હોય કે અગન :
         અમે રસ પાયા કરિયેં!

સફર મહીં હો ઉજ્જડ વગડો,
         કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
         કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન!
         અમે બસ ગાયા કરિયેં!

(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)