અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હિંમત ખાટસૂરિયા/આવ્યો છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 34: Line 34:
{{Right|(ઇજન, ૧૯૬૬, પૃ. ૧૧-૧૨)}}
{{Right|(ઇજન, ૧૯૬૬, પૃ. ૧૧-૧૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/રાત આખી  | રાત આખી ]]  | તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/એક નામેરી વૃદ્ધને મળતાં | એક નામેરી વૃદ્ધને મળતાં]]  | ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર મારા ઉપર.‌]]
}}

Latest revision as of 10:41, 22 October 2021

આવ્યો છું

હિંમત ખાટસૂરિયા

હું રંગ કહો તો રંગ રેડવા, જંગ કહો તો જંગ છેડવા
આવ્યો છું, હું આવ્યો છું.

હું સપનાનો સોદાગર છું સાચું કહું છું,
સૂતેલાને, થાકેલાને ભાથું દઉં છું,
હું જામ કદીક પી લઉં છું, પાઈ કદી દેતો.
હું શબદ બે શબદ ગીત તણાં ગાઈ લઉં છું.
હું વણખેડ્યાં ખેતરને ખેડવા આવ્યો છું. …હું રંગ.

મેં સાગરની છલછલતી મસ્તી દીઠી છે,
મૃત્યુ સાથે જીવનની હસ્તી દીઠી છે,
મેં શાંત શાંત સમંદરનાં પેટાળે પેસીને
ઉપર તરતી નાનકડી કિશ્તી દીઠી છે,
તોફાની સાગર તરવા તમને
આજ તેડવા આવ્યો છું. …હું રંગ.

મેં માનવતાની મીઠપ મધુરી માણી છે,
ન દાનવતાની દુષ્ટ લીલા નિહાળી છે;
મેં દિલભર દોસ્તી પ્રીત જગે પિછાણી છે,
ને નરદમ નાટક રીતે વળીયે ન્યાળી છે,
પણ તેમ છતાંયે પરમ પ્યારની
બની બજા’વા આવ્યો છું. …હું રંગ.

મેં ઘેરા ઘેઘૂર રંગ કસુંબલ ઘૂંટ્યા છે,
ને અગન-લિસોટા અંતર માટે ઊઠ્યા છે;
મેં અમૃત-અનુભવ આ અવનિમાં લીધા છે,
ને ઝેર ન જિરવાયે એવાં પણ પીધાં છે;
એક નવા જીવનની તેમ છતાંયે
તાન છેડવા આવ્યો છું. …હું રંગ.

(ઇજન, ૧૯૬૬, પૃ. ૧૧-૧૨)