અલ્પવિરામ/અભ્ર

અભ્ર


આકાશનો નીલ સમુદ્ર શાંત,
શમી ગયું સર્વ તૂફાન, કોનું
ડૂબી ગયું જહાજ? (ભરેલ સોનું?)
હાવાં તરે ફક્ત આ સઢ, અભ્ર ક્લાંત.