અલ્પવિરામ/હે કલિ

From Ekatra Wiki
Revision as of 23:54, 26 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હે કલિ

નિજ સુગંધથી મૂર્છિત હે કલિ !
મલયલહરે મ્હેકી બ્હેકી બધીય વનસ્થલી.

અવરને ઉર જાગ્રત ઝંખના,
સતત ઘા કરતો કટુ ડંખના,
વ્યજન વાય વળી મૃદુ પંખના,
પ્રણયતરસ્યો એવી રીતે તને વીનવે અલિ.

વિફલ આ મધુવેળ વહી જતી,
બધિર હે  : રસમંત્ર કહી જતી;
કૃપણ કાં બસ તું જ રહી જતી?
ખબર નહિ ર્હે ને તું કાલે જશે ધૂળમાં ઢળી.