ઇતરા/જાગીને જોઉં તો


જાગીને જોઉં તો

સુરેશ જોષી

જાગીને જોઉં તો મારામાં ખીલી ઊઠ્યું છે ઇન્દ્રધનુષ
આંખોમાં પરીઓની જાંબુડી પાંખો
માથું ગળીનો પહાડ
હોઠ પર અદૃષ્ટનું ભૂરું ચુમ્બન
પગ લીલા લીલા
તળાવને તળિયેની શેવાળ
લોહીમાં સંતાયો છે કોઈકનો પીળો પડછાયો
ગાલ નારંગીની ત્વચા
શ્વાસે શ્વાસે ઝૂલે હિંડોળો હિંગળોક!

જાન્યુઆરી: 1967