ઇન્ટરવ્યૂઝ/સર્જન : ભાવન : વિવેચન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''સર્જન : ભાવન : વિવેચન'''</big></center> <center><big>'''[આચાર્ય શ્રી રામપ્રસાદ પ્રે. બક્ષીની મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : અત્યાર સુધીના ગુજરાતી વિવેચન પર દૃષ્ટિપાત કરતાં આપને તેની શી વિશિષ...")
 
No edit summary
 
Line 48: Line 48:

આ વાત નવી નથી. ઋગ્વેદના એક ઋષિએ કહ્યું છે કે,
આ વાત નવી નથી. ઋગ્વેદના એક ઋષિએ કહ્યું છે કે,
{{Block center|<poem>उत्त त्वः पश्यन् न ददर्श वाचम्
{{Poem2Close}}{{Block center|<poem>उत्त त्वः पश्यन् न ददर्श वाचम्
उत त्वः शृण्वन् न शृणोत्येनाम्।</poem>}}  
उत त्वः शृण्वन् न शृणोत्येनाम्।</poem>}} {{Poem2Open}}
 
કોઈ એકાદ જણ વાણીને (વાણી સમર્પિત માનસચિત્રને) જોતો છતાં જોઈ શકતો નથી; કોઈ એક જણ એને સાંભળવા છતાં સાંભળી શકતો નથી. પરંતુ–
કોઈ એકાદ જણ વાણીને (વાણી સમર્પિત માનસચિત્રને) જોતો છતાં જોઈ શકતો નથી; કોઈ એક જણ એને સાંભળવા છતાં સાંભળી શકતો નથી. પરંતુ–
 
{{Poem2Close}}{{Block center|<poem>उत त्वस्मै तन्वं विसस्रे
{{Block center|<poem>उत त्वस्मै तन्वं विसस्रे
जायेव पत्ये: उशती सुवासा:।।</poem>}}{{Poem2Open}}
जायेव पत्ये: उशती सुवासा:।।</poem>}}

કોઈ એકને માટે તો તે પોતાની તનુને (રહસ્યમયી ભાવસંપત્તિને) પ્રકટ કરી દે છે – જેમ ઇચ્છાભરી જાયા પતિ સમક્ષ, સુવસ્ત્ર સજ્જ થઈને પોતાની તનુ પ્રકટ કરે તેમ.
કોઈ એકને માટે તો તે પોતાની તનુને (રહસ્યમયી ભાવસંપત્તિને) પ્રકટ કરી દે છે – જેમ ઇચ્છાભરી જાયા પતિ સમક્ષ, સુવસ્ત્ર સજ્જ થઈને પોતાની તનુ પ્રકટ કરે તેમ.
Line 86: Line 84:
કાવ્યતત્ત્વ એ સહૃદયગમ્ય વસ્તુ છે. અલબત્ત સહૃદય એટલે રાગદ્વેષરહિત, પક્ષવિપક્ષથી પર, વિમલ દર્પણ જેવા ચિત્તવાળો કાવ્યમર્મજ્ઞ. અને એ કલાતત્ત્વ મેઘદૂતમાં અને મુદ્રારાક્ષસમાં પણ હોય, ચૈતન્ય પ્રવાહરૂપ નવલકથામાં હોય અને ઍબ્સર્ડ નાટકમાં પણ હોય. બાહ્ય વેશભેદ હોય કે એથી આભ્યન્તર દેહગત ભેદ હોય તે આત્માની એકતાને નડતો નથી પછી ભલે આત્મા ઉપનિષદ પ્રમાણે જેને અગ્રાહ્ય છે, અલક્ષણ છે, તેમ આ કાવ્ય પણ તેવું હોય. કાવ્ય સહૃદય-સંવેદ્ય છે અને રહેશે. અને કવિ જે કદાચ વિવેચકનો અનાદર કરે – હૅમિંગ્વેની માફક કહે કે To hell with the critics તો જાણવું એ વિવેચકમાં શુદ્ધ સહૃદયતાની કંઈક ન્યૂનતા છે.

'''પ્રશ્ન : કલાકૃતિ ‘ક્રિયમાણ’ પ્રક્રિયા છે એમ કહીએ છીએ ત્યારે તે ભાવકના ચિત્તમાં રચાય છે અથવા ભાવકનું ચિત્ત જ કલાકૃતિના અનુભવમાં રચાય છે. કલાકૃતિના સંપર્ક દ્વારા ચિત્ત તેનું નિર્માણ કરે છે તે કઈ રીતે? આ અનુભવવ્યાપારને આપ શી રીતે સમજ છે? આપે સર્જનવ્યાપારની પ્રક્રિયા વિષે તો અગાઉ લખેલું જ છે. હવે સર્જનવ્યાપાર અને ભાવકચિત્તના અનુભવ-વ્યા પારોની એકરૂપતા કે સંગતિ વિષે આપ શું વિચારો છો?
'''પ્રશ્ન : કલાકૃતિ ‘ક્રિયમાણ’ પ્રક્રિયા છે એમ કહીએ છીએ ત્યારે તે ભાવકના ચિત્તમાં રચાય છે અથવા ભાવકનું ચિત્ત જ કલાકૃતિના અનુભવમાં રચાય છે. કલાકૃતિના સંપર્ક દ્વારા ચિત્ત તેનું નિર્માણ કરે છે તે કઈ રીતે? આ અનુભવવ્યાપારને આપ શી રીતે સમજ છે? આપે સર્જનવ્યાપારની પ્રક્રિયા વિષે તો અગાઉ લખેલું જ છે. હવે સર્જનવ્યાપાર અને ભાવકચિત્તના અનુભવ-વ્યા પારોની એકરૂપતા કે સંગતિ વિષે આપ શું વિચારો છો?'''
'''

ઉત્તર : મેં લખ્યું છે તો અગાઉ સર્જનવ્યાપાર અને ભાવકનો ભાવનવ્યાપાર એ બંને વિશે. કવયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા એ રાજશેખર પ્રયુક્ત શબ્દો લઈને, એ બંને વિશે – રાજશેખરે કહ્યું છે તેને આધારે પણ વધારે વિસ્તારથી, મને સૂઝ્યું તેવા સ્વકીય પૃથક્કરણ સાથે જે લેખ લખ્યો હતો તે ‘વાઙ્મયવિમર્શ’માં પ્રકટ થયો છે.