ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 137: Line 137:
युद्धं च वाचा कर्तव्यम् निर्वेदवचनं बु ।। 3 ।। </ref> આ અંક અથવા ઉત્સૃષ્ટિકાંકનાં લક્ષણો જોતાં ડોલરરાયને ‘સાપના ભારા’નાં એકાંકીઓ ઉત્સૃષ્ટિકાંક પ્રકારનાં કેમ લાગ્યાં તે સમજી શકાય એમ છે. ખુદ લેખકને પોતાને પણ ડોલરરાયનો આ અભિપ્રાય એકંદરે અનુકૂલ જણાયો છે.<ref>‘શ્રી ડોલરરાય રં, માંકડે ૧૯૩૬ની વાર્ષિક સમીક્ષામાં ‘સાપના ભારા’નાં એકાંકીને ‘ઉત્સૃષ્ટિકાંક’ તરીકે ઓળખાવ્યાં હતાં, જે વર્ણન એ સંગ્રહમાંની મોટા ભાગની કૃતિઓને અનુરૂપ છે.’ – ઉમાશંકર (શૈલી અને સ્વરૂપ, ૧૯૭૨, પૃ. ૮૫)</ref>
युद्धं च वाचा कर्तव्यम् निर्वेदवचनं बु ।। 3 ।। </ref> આ અંક અથવા ઉત્સૃષ્ટિકાંકનાં લક્ષણો જોતાં ડોલરરાયને ‘સાપના ભારા’નાં એકાંકીઓ ઉત્સૃષ્ટિકાંક પ્રકારનાં કેમ લાગ્યાં તે સમજી શકાય એમ છે. ખુદ લેખકને પોતાને પણ ડોલરરાયનો આ અભિપ્રાય એકંદરે અનુકૂલ જણાયો છે.<ref>‘શ્રી ડોલરરાય રં, માંકડે ૧૯૩૬ની વાર્ષિક સમીક્ષામાં ‘સાપના ભારા’નાં એકાંકીને ‘ઉત્સૃષ્ટિકાંક’ તરીકે ઓળખાવ્યાં હતાં, જે વર્ણન એ સંગ્રહમાંની મોટા ભાગની કૃતિઓને અનુરૂપ છે.’ – ઉમાશંકર (શૈલી અને સ્વરૂપ, ૧૯૭૨, પૃ. ૮૫)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
___________________
<small>S કોહલને મતે બે અને વ્યાસાઞ્જનેયગુરુને મતે ત્રણ હોઈ શકે.</small>
{{Poem2Open}}
‘સાપના ભારા’ સંગ્રહમાંનું બીજું એકાંકી છે ‘બારણે ટકોરા’. પહેલા એકાંકીની જેમ આ એકાંકીમાં પણ એક અંક, એક દૃશ્યની શિસ્ત પળાયેલી જોવા મળે છે. ઉમાશંકરનાં મોટા ભાગનાં એકાંકીઓ એકાંકીના બાહ્ય સ્વરૂપની શિસ્ત પણ પાળતાં જણાય છે, એના આંતરસ્વરૂપની પકડને કારણે તો આ એકાંકીઓ વૈવિધ્યપૂર્ણ પ્રયોગોરૂપે અવતરતાં એકાંકીના વ્યક્તિત્વને લગભગ જાળવી રહે છે. આ એકાંકીનું વસ્તુ ગામડાનું છે. આ એકાંકીના મહત્ત્વના સૂચિત પાત્રરૂપે આવતા પરભુ ગોર અતિથિસત્કારની ભાવના માટે જાણીતા હતા. તેઓ અવસાન પામે છે તે પછી એમની અતિથિસત્કારની પ્રણાલિ એમનો મોટો પુત્ર જયંતી જારી રાખે છે. કુટુંબ આર્થિક રીતે ઘસાઈ ગયેલું હોવાથી પરભુ ગોરની પત્ની નંદુ ગોરાણી આતિથ્યની જંજાળથી કંટાળે છે. તેઓ રાત્રે બારણે ટકોરા દેતા એક વટેમાર્ગુને જાકારો દે છે, પણ એમ જાકારો પામતાં ચાલી જતા વટેમાર્ગુમાં પરભુ ગોરનું દર્શન કરતાં અપાર વેદનાને પામે છે.
આ એકાંકીનું વસ્તુ વિશિષ્ટ છે. આમ તો ન-જેવું જ વસ્તુ ગણાય, પરંતુ એકાંકીકારે કુશળતાથી તેની ગૂંથણી કરી ભાવરહસ્યની પ્રગાઢ અનુભૂતિ ભાવકને કરાવી છે.
પડદો ઊપડે છે ત્યારે ‘મોડા ઉનાળાની સાંજ’ છે. લેખકે પડખે સ્ટેશન હોવાને લીધે શહેર ગણાતા એક કસબાના ધોરી રસ્તા પરનું ઘર અહીં બતાવ્યું છે. વળગણી ઉપરના લૂગડાંના લબાચા, પાટ નીચેની ખડકાયેલી દુનિયા – આ બધાનું હૂબહૂ ચિત્ર અહીં અપાયું છે. નાટકની શરૂઆત નંદુ ગોરાણીના ઉદ્ગારોથી થાય છે. એ ઉદ્ગારોમાં નિસાસો છે, ઉદાસી છે. નંદુ ગોરાણીને હાંફ ચઢે છે અને એનું કારણ “દા’ડામાં દોઢસો વાર ખડકી ઉઘાડવા જવું પડે છે” એ જણાય છે. ચંચળ નંદુ ગોરાણીની ઓળખીતી બાઈ છે; આવી છે એક પૂનમભાઈનો લોટો લઈ જવા, પણ એમાં “ઘણા દનથી નંદુ ગોરાણીને મલી નથી તે મલતી આવું” એવું એક બીજું કારણ ... પણ ઉમેરે છે. ચંચળ પોતાને આમ લોટો લઈ જવાનું કામ ગમતું નથી એમ વાતવાતમાં બતાવે છે. નંદુને આ રીતે લોટો મગાવી લેવાવાળી વાતથી આઘાત પહોંચે છે. તેઓ ચંચળને પાટ નીચેનો લોટો બતાવતાં સચોટ રીતે કહે છે :
{{Poem2Close}}
<poem>
“આ પેલા પાટ હેઠળ મૂકી રાખ્યો, હતો એવો ને
એવો અકબંધ ! એ ને ઇંયાંનો લોટો સાજા રહે ભા... !
પણ બુન, તમે ખોટું ન લગાડતાં – કહ્યા વિના રહેવાતું
નથી – આ કળશ્યો તમારે ત્યાં :વિયાશે ને અહીં રહેત
તો દૂબળો પડી જાત ? અહીં આવત ત્યારે પંડે લઈ નો જવાત ?”
{{Right|(સાપના ભારા, ૧૯૬૫, પૃ. ૩૧)}}
</Poem>
<br>
{{Poem2Open}}
ચંચળ નંદુ ગોરાણીના દુ:ખાઘાતને સમજી, એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં એમનું મહિના લગણ ઘર ફોલી ખાઈ જનાર પૂનમલાલના સાંકડા મનની ટીકા કરે છે અને આમ પછી જૂજવી રીતે હેરાનગતિ પહોંચાડનારા મહેમાનોની વાતો ચાલે છે. નાહવાનીય સગાઈ નહીં એવા એક મહેમાન મકનજી ‘મારા ગોરજીનું ઘર’ કરતા આવ્યા ને એમના હજાર થીંગડાંવાળા કોટને બદલે નંદુ ગોરાણીના મોટા દીકરા જયંતીનો નવોનકોર કોટ પહેરીને ચાલતા થયા તે ‘આવજે ઘર ઢૂંકડું !’ બીજા એક મહેમાન જગન્નાથ આવીને રાતવાસો રહેલા. તેઓ કપડાંની પોટલી ભૂલી ગયા તે તાર કરી પાર્સલથી પોટલી મગાવી. આમ, ચંચળ કહે છે તેમ, મહેમાનોને કારણે નંદુ ગોરાણીને ‘બધી મેરથી દંડાવાનું’ થાય છે. આ મહેમાનગતિની રસમ જ્યાં સુધી પરભુ ગોરની હયાતી હતી ત્યાં સુધી તો ખાસ બોજારૂપ નહોતી, પરંતુ એમના અવસાન બાદ તો એ ભારે બોજારૂપ થઈ પડી. પરભુ ગોર તો, ચંચળ કહે છે તેમ, ભારે શાખ-આબરૂવાળા માણસ હતા. એ તો નંદુ ગોરાણીને રોજ કહેતા : “સાથે શું લઈ જવાનું છે ? રામનો આલ્યો બટકું રોટલો ખાધાં કરતાં ખવરાવ્યો મીઠો લાગે !” નંદુ ગોરાણી આ આદમીના દિલનું દરિયાપણું બતાવતો એક પ્રસંગ પણ ચંચળને વર્ણવે છે. એક મેઘલી રાતે એક વટેમાર્ગુને નંદુ ગોરાણીએ બારણે “આ’કારો” ન દીધો ત્યારે એ ગોરાણીને વઢ્યા નહિ, પણ પંડે જઈને એને બોલાવવા સાદ કર્યો, પણ પેલો વટેમાર્ગુ ચાલ્યો ગયો ને તેથી પરભુ ગોર વીલે મોઢે પાછા ફર્યા. આ વખતે તેમણે નંદુ ગોરાણીને કહ્યું :
“તારી છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કોક રાંકને પેટ પડું ને કોક દી બારણું ઠોકું, તો તું નો જ ઉઘાડે ને ?”
{{Right|(સાપના ભારા, પૃ. ૫૩)}}
{{Poem2Close}}
<br>
26,604

edits