ઋણાનુબંધ/તમે શું કહેશો?

તમે શું કહેશો?


તરફડાટ એટલે…?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જુઓ!

પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો?