એકતારો/અદીઠી આગના ઓલવનારા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અદીઠી આગના ઓલવનારા|}} <poem> [પવન–પુતળી રમે ગગનમાં નુરત સુરતે...")
(No difference)

Revision as of 10:52, 22 January 2022


અદીઠી આગના ઓલવનારા


[પવન–પુતળી રમે ગગનમાં નુરત સુરતે નરખો–એ ભજનનો ઢાળ]

અદીઠી આગના ઓલવણહાર જીવો!
અમૃત–ઘોળ્યા ઘણેરા રંગ હો!
રે કલેજા–રંગ હો!

આતમ–બેડીઓના ભાંગણહારા જી જીવો!
આલમ–ગાયા અનેરા રંગ હો!
હો કલેજા–-રંગ હો! ૧.

બાહેર જલન્તા દાવાનળ બૂઝવીને
દુનિયાને કૈક કરે દંગ હો
રામ દંગ હો!

ભીતરની ભઠ્ઠિયુંના ભડાકા જળેળે, એની
ભાળ્યું લેનાર! ખરા રંગ હો!
લાખ લાખ રંગ હો!
હો ઘણેરા રંગ હો! ૨.

  • મુંબઈના શરાબબંધી દિન ૧લી ઓગસ્ટના માનમાં :


તનડાંની બેડી તણાં તાળાં ખોલન્ત તેના
 કવિઓએ લલકાર્યા છંદ હો
રામ છંદ હો

આતમની ચીસભરી તોડે તુરંગ તેના
કાળને નગારે પડછંદ હો
તોડનાર રંગ હો!
હો ઘણેરા રંગ હો! ૩.

સાતે સિંધુને પાર લાર ને કતાર ઊભાં
બેનડી પ્રજાનાં મહાવૃંદ હો
માનવીનાં વૃંદ હો

તારા સાફલ્ય તણા જમરખ દીવડે
જલજો જી જ્યોત અણભંગ હો
રોમે રોમ રંગ હો!
હો ઘણેરા રંગ હો! ૪.

કોટિ કોટિ આતમની અંધારી કોટડીમાં
પાથરજો તેજના ઉમંગ હો
જીવો જી ઉમંગ હો!

ઓલવવા આવનાર સળગી જાજો રે ફુદાં
સ્વારથનાં કીટ ને પતંગ હો
હો ઘણેરા રંગ હો!
હો કલેજા—રંગ હો! ૫.