એકતારો/ઉચ્ચ મસ્તક

From Ekatra Wiki
Revision as of 12:46, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉચ્ચ મસ્તક|}} <poem> મા સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક! બેડી, ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉચ્ચ મસ્તક


મા સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક!

બેડી, રસી ફાંસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક! ૧.

મે’ણાં જુઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક!
કૂડની કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક! ૨.

કરવા ખુલાસા થોભતી ના, ઉચ્ચ મસ્તક!
બેબાકળી બિલકુલ થતી ના, ઉચ્ચ મસ્તક! ૩.