એકતારો/નિરર્થક તૈયારીઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 45: Line 45:
ભાઈ! રહ્યાં બાપડાં વા ખાતાં! ૫.
ભાઈ! રહ્યાં બાપડાં વા ખાતાં! ૫.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મને વેચશો મા!
|next = દ્યો ઠેલા!
}}

Latest revision as of 12:23, 22 January 2022


નિરર્થક તૈયારીઓ*

ચિતા સાત સો જલે સામટી
ઈતનાં ઈંધણ રાખ્યાં’તાં
ભાઈ! ઈતનાં ઈંધણ રાખ્યાં’તાં,
લંબા ચૌડા સબ કોઈ સાટુ
ખાંપણ પૂરાં માપ્યાં’તાં
ભાઈ! ખાંપણ કોરાં માપ્યાં’તાં. ૧.

કાલા–પાની, ગરીબ ટાપુ,
વાળીઝોળી રાખ્યાં’તાં
ભાઈ! વાળીઝોળી રાખ્યાં’તાં,
ઉપવાસીની સગવડ સમજી
સ્મશાન ઓરાં રાખ્યાં’તાં
ભાઈ! મસાણ સન્મુખ રાખ્યાં તાં. ૨.


  • ૧૯૩૭ સપ્ટેમ્બરમાં આંદામાનના રાજકેદીઓના ઐતિહાસિક ઉપવાસો ગાંધીજીએ છોડાવ્યા તે અવસરે, એ કારાગૃહના સ્થાનિક કર્મચારીઓની મનોદશાનું કટાક્ષાલેખન.


આપઘાતીઆ હતભાગીને
માવીતર સાંભરતાં’તાં
ભાઈ! માતાપિતા સાંભરતાં’તાં!
આાંદામાનની અમરાપુરીથી
ગંદાં ઘર વધુ ગમતાં’તાં
ભાઈ! ગદાં ઘર બહુ ગમતાંતાં! ૩.

સાત સાત શત મુર્દાં કેરા
હા હા કા ર નીંગળતા’તા
ભાઈ! હાહાકાર ઉકળતા’તા,
જીવતાંનાં ક્રન્દન કરતાં પણ
કંકાલો વધુ રડતાં'તાં
ભાઈ! કંકાલો વધુ રડતાં’તાં! ૪.

મનકી હમારે મનમેં રહે ગઈ
મરનેકી મિટ ગઈ બાતાં
ભાઈ! મરનેકી મિટ ગઈ બાતાં,
કફન, ઈંધણાં, સ્મશાન, સબકુછ
રહ્યાં હાય હા! વા ખાતા
ભાઈ! રહ્યાં બાપડાં વા ખાતાં! ૫.