એકતારો/પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને|}} <poem> પાણીમાં ડાંગ મારનાર...")
 
No edit summary
Line 17: Line 17:
અમૃત ને ઝેરના ઘડુલા, સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમૃત ને ઝેરના ઘડુલા, સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.
</poem>
</poem>

Revision as of 11:12, 22 January 2022


પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને


પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે’જો,
પોતાના દેશમાં પહોંચી, સાચી અમારી વાતો કે'જો. ૧.

દેશીડા પાતકી! પધારો, ભારગીરથી છે આંગણ રેલી,
એક જ ધરતીના તમે જાયા, મા પાપીઓને ધોશે પ્હેલી. ર.

વીતેલી રાતનાં કુસ્વપ્નાં, સંભારવા ન થંભો ભૈયા!
વાયાં છે વાણલાં કનકનાં, પાંખોને ધોઈ લેજો ભૈયા! ૩.

અમૃત ને ઝેરના ઘડુલા, સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.