એકતારો/પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને

From Ekatra Wiki
Revision as of 11:12, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને|}} <poem> પાણીમાં ડાંગ મારનાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને


પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે’જો,
પોતાના દેશમાં પહોંચી, સાચી અમારી વાતો કે'જો. ૧.

દેશીડા પાતકી! પધારો, ભારગીરથી છે આંગણ રેલી,
એક જ ધરતીના તમે જાયા, મા પાપીઓને ધોશે પ્હેલી. ર.

વીતેલી રાતનાં કુસ્વપ્નાં, સંભારવા ન થંભો ભૈયા!
વાયાં છે વાણલાં કનકનાં, પાંખોને ધોઈ લેજો ભૈયા! ૩.

અમૃત ને ઝેરના ઘડુલા, સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.