એકતારો/પુત્રની વાટ જોતી

Revision as of 12:34, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુત્રની વાટ જોતી|}} <poem> રઝળુ દીકરા! ઘેર આવજે, નહિ વઢું તને, ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુત્રની વાટ જોતી


રઝળુ દીકરા! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે. ૧.

વિષમ રાતને દેવ–દીવડે
ભજતી માતને દીન–ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ! આવી પોં'ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે. ૨.

પ્રહરી હે ભલા! પાય લાગુ હું,
ગભરૂડી થઈ તાત! વીનવું
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે, ઘર ભણી વળે. ૩.