એકતારો/ભર ભર છાંટું અંજલિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભર ભર છાંટું અંજલિ*|}} <poem> ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
* સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા. | * સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જન્મભોમના અનુતાપ | |||
|next = વીર જતીન્દ્રનાં સંભારણાં | |||
}} |
Latest revision as of 13:17, 27 January 2022
ભર ભર છાંટું અંજલિ*
ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણકાર,
હરિયાળી ધરતી કરી, કરી હાલ્યા મેઘ–મલાર;
તૂટ્યા તંબુર–તાર,
ભણકારા ભવ ભવ રિયા. ૧.
ભવ ભવ ગોત્યે ભટકતાં ન જડે જોડીદાર,
જિનકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ;
બસુરાં ને બેતાલ,
હેડી વિણ ગાયન હુવાં. ૨.
ભાઈ મરે ભવ હારિયેં, બેન મરે દૃશ્ય જાય,
માવીતર મરતે ઉના, ચૌદશના વા વાય;
(પણ) સબ દુઃખ ભેળાં થાય,
હેડી! એક તમે મુવે. ૩.
સજન! તમારી ખાક પર ઝાઝા હજો જુહાર,
ભર ભર છાંટું અંજલિ, બખતરિયા જોધાર!
તેં દઈ દઈ પડકાર,
ભાગી ફોજું ભેડવી. ૪.
- સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા.