એકતારો/ભ્રાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભ્રાંતિ|}} <poem> વીરા! સત્તાની દેરીઓ ઉખાડી ને દેવ બની કેમ બેઠા?...")
 
No edit summary
 
Line 28: Line 28:
વીરા! કાચી નીંદર તણાં સોણાં
વીરા! કાચી નીંદર તણાં સોણાં
ઝબકીને પછી ગૂમ થાશે. ૫.
ઝબકીને પછી ગૂમ થાશે. ૫.
</poem>


</poem>
 
<br>
{{HeaderNav2
|previous = નવાં કલેવર ધરો!
|next = હજી શું બાકી હશે!
}}

Latest revision as of 12:20, 22 January 2022


ભ્રાંતિ

વીરા! સત્તાની દેરીઓ ઉખાડી
ને દેવ બની કેમ બેઠા?
વીરા! મુક્તિદેવીની રચી વાડી
ને ફૂલ કર્યા કેમ એઠાં? ૧.

વીરા! શક્તિને એકલી ઉપાસી
ભક્તિનું ભાન કેમ ભૂલ્યા?
વીરા! પરની શ્રદ્ધાને દેવદાસી
પોતાની કરી કેમ ઝૂલ્યા? ૨.

વીરા! એક બીજ વાવી યે ન જાણ્યું,
તો લાખ ઝાડ કેમ બાળ્યાં?
વીરા! એક બુન્દ નીર ના ઉતાર્યું,
જૂનાં નવાણ કેમ ટાળ્યાં? ૩.

વીરા! કાલકૂટ કંઠમાં ભભૂકે,
શંભુ ને સાપ દોય દેખો!
વીરા! એક જીરવે ને અન્ય ઑકે
પ્રભેદ એ ન કેમ પેખો! ૪.

વીરા! વેગ–ચક્ર પંથડાવિહોણા :
ભ્રાંતિની ખાઈ ખાઈ જાશે,
વીરા! કાચી નીંદર તણાં સોણાં
ઝબકીને પછી ગૂમ થાશે. ૫.