એકતારો/લોકેશ્વરનો સેતબંધુ

From Ekatra Wiki
Revision as of 10:56, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લોકેશ્વરનો સેતબંધુ|}} <poem> આ પારે ગામડું ને એ પારે શે'ર વચ્ચે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લોકેશ્વરનો સેતબંધુ


આ પારે ગામડું ને એ પારે શે'ર
વચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં
દોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર
એ રે પાણીની પોલ માંહે રે'તાં. ૧.

આજે એ નીર પરે સેતુ બંધાય
આજે તો પાણીમાં પત્થર તરતા.
સતજુગમાં રામનામ કેરી દુવાઈ
કળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.