એકતારો/વર્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વર્ષા|}} <poem> ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ તાળીઓ પાડતી છૂટી; બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
પાતી જા ચેતનાની પ્યાલી. ૫. | પાતી જા ચેતનાની પ્યાલી. ૫. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = લોકેશ્વરનો સેતબંધુ | |||
|next = પૃથ્વીનાં સાવકાં બાળ પાછાં વળે | |||
}} |
Latest revision as of 12:22, 22 January 2022
વર્ષા
ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ
તાળીઓ પાડતી છૂટી;
બાપુના લાખ લાખ હેમર હાથીડલા
હાંકતી હાંકતી છૂટી. ૧.
ઘાટા અબોડલાની લટ મેલી મોકળી
રંગભરી રાસડે ઘૂમે;
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી.
ચાંદાસૂરજને ચૂમે. ૨.
રૂધ્યાં જોબન એનાં જાગી ઊઠ્યાં રે આજ,
કાજળ ઘુંટેછ કાઠિયાણી;
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી
કોને ગોતેછ મસ્તાની! ૩.
સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને
ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડ્ય ચડી ક્યાં ચાલી એકલી
ચોળી તું તેજની પીઠી? ૪.
નિર્જન ગગનના સીમાડા લોપતી
આવ રે આવ અહીં ચાલી;
સૂતી વસુંધરાને વીજળ–સનકાર કરી
પાતી જા ચેતનાની પ્યાલી. ૫.