એકતારો/વર્ષા

From Ekatra Wiki
Revision as of 10:57, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વર્ષા|}} <poem> ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ તાળીઓ પાડતી છૂટી; બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વર્ષા

ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ
તાળીઓ પાડતી છૂટી;
બાપુના લાખ લાખ હેમર હાથીડલા
હાંકતી હાંકતી છૂટી. ૧.

ઘાટા અબોડલાની લટ મેલી મોકળી
રંગભરી રાસડે ઘૂમે;
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી.
ચાંદાસૂરજને ચૂમે. ૨.

રૂધ્યાં જોબન એનાં જાગી ઊઠ્યાં રે આજ,
કાજળ ઘુંટેછ કાઠિયાણી;
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી
કોને ગોતેછ મસ્તાની! ૩.

સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને
ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડ્ય ચડી ક્યાં ચાલી એકલી
ચોળી તું તેજની પીઠી? ૪.

નિર્જન ગગનના સીમાડા લોપતી
આવ રે આવ અહીં ચાલી;
સૂતી વસુંધરાને વીજળ–સનકાર કરી
પાતી જા ચેતનાની પ્યાલી. ૫.