એકતારો/હસતા હિમાદ્રિને

Revision as of 11:18, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હસતા હિમાદ્રિને|}} <poem> તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને મનુષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હસતા હિમાદ્રિને


તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને
મનુષ્ય માપે તમ ભવ્ય રૂદ્રતાને
હસો નહિ રુદ્ર! શબોની સીડી ઢાળી
અહીં મનુષ્યો તુજ શૃંગની અટારી
પરે વિમાનો ઊડવી, કરાલ તોપો
વછોડશે : ને ધ્રુજશે તમારી ખોપો.
હસો નહિ દેવ! પછી રૂદન રહેશે.