એકોત્તરશતી/૪૧. ન્યાય દણ્ડ

Revision as of 15:46, 29 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ન્યાયદંડ (ન્યાય દણ્ડ)}} {{Poem2Open}} તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં તેં પોતે અર્પણ કરેલો છે. પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ, તેં શાસનભાર નાખેલો છે. એ તારા મોટા સંમાનને, એ તારા કઠણ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ન્યાયદંડ (ન્યાય દણ્ડ)

તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં તેં પોતે અર્પણ કરેલો છે. પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ, તેં શાસનભાર નાખેલો છે. એ તારા મોટા સંમાનને, એ તારા કઠણ કાર્યને તને નમસ્કાર કરીને વિનયપૂર્વક શિરોધાર્ય કરું; તારા કાર્યમાં કદી કોઈથી ડરું નહિ, હૈ રુદ્ર, ક્ષમા જ્યાં ક્ષીણ દુર્બળતા ગણાય ત્યાં હું તારા આદેશથી નિષ્ઠુર થઈ શકું. તારા ઇશારાથી મારી જીભ ઉપર સત્યવાકય તીક્ષ્ણ ખડ્ગની પેઠે ઝળહળી ઊઠે, તારા ન્યાયાસન ઉપર પોતાનું સ્થાન લઈને તારું માન રાખું. અન્યાય જે કરે છે, અને અન્યાય જે સહે છે તેને તારી ઘૃણા ઘાસની પેઠે બાળી નાખો.

(અનુ. નગીનદાસ પારેખ)