એકોત્તરશતી/૫૯ બન્દી


બંદી (બન્દી)

‘બંદી, તને આટલી સખત રીતે કોણે બાંધ્યો છે?' ‘શેઠે મને વજ્ર જેવા સખત બંધનથી બાંધ્યો છે. મારા મનમાં એમ હતું કે સૌ કરતાં હું મોટો થઈશ, રાજાનું ધન મેં મારા ઘરમાં ભેગું કર્યું હતું. ઊંઘ આવતાં શેઠની પથારી પાથરીને સૂઈ ગયો હતો. જાગીને જોઉં છું તો પોતાના ભંડારમાં હું બંધાયેલો છું. 'ઓ બંદી, વજ્ર જેવું બાંધણ કોણે ઘડ્યું છે?' ‘મેં પોતે જ બહુ જતનપૂર્વક એ ઘડ્યું હતું. મેં ધાર્યું હતું કે મારો પ્રતાપ જગતને ત્રાસ કરશે, હું એકલો જ સ્વાધીન રહીશ, બધા જ દાસ થશે, એટલે મેં રાત દિવસ લોઢાની સાંકળ ઘડી હતી—કેટલી આગ, કેટલા ઘા તેનું કંઈ ઠેકાણું નથી. ઘડવાનું જ્યારે પૂરુ થયું ત્યારે જોઉં છું તો મારી એ સખત અને કઠોર સાંકળે મને જ બંદી બનાવ્યો છે. ૨૨ એપ્રિલ, ૧૯૦૬ ‘ખેયા’

(અનુ. નગીનદાસ પારેખ)